TWO poems by Dilipbhai V Ghaswala about River Taapiઅમારા પરમ પ્રિય મિત્ર દિલીપભાઈ ઘાસવાળા એ તાપી માતાના જન્મદિવસ નિમિત્તે 2 કાવ્યો મોકલ્યા છે. તે આ સાથે આપની સેવામાં પ્રસ્તુત છે.

તેમણે તેમના Status માં લખ્યું છે ......

જો હોય આપની મહેફિલ તો મને બોલાવવાની ક્યાં જરૂર છે;

ઉગે છે ઘાસ એની મેળે , તેને વાવવાની ક્યાં જરૂર છે....

આવા દિલોજાન મિત્રનો તમારે સંપર્ક કરવો હોય તો આ છે તેમનો મોબાઈલ નંબર :: 9825917885 – SURAT

-: ONE :-

તાપી માતાને અર્પણ

તાપીમાતાના જન્મદિવસ નિમિત્તે....

જળ વિના સળગી મરે તાપી નદી ;

શિકાયત કોને    કરે   તાપી   નદી ?

લોકમાતા રકતનાં આંસુ સારે ;

કેટલા જુલ્મો સહે તાપી નદી ?

કાંપ કચરાથી પ્રદુષિત હોય જો ;

તો પછી કોને ગમે તાપી નદી ?

શ્વાસ જળકુંભી વચાળે રુંધાયો ;

"કોઇ ઉગારો" ચિસે તાપી નદી .

ધબકતી છું હું હજી યે ભુતળે ;

 વિનવી બસ નમે તાપી નદી .

જળ ભરો આ સૂર્ય પુત્રીમાં "દિલીપ" ;

સૂકી    આંખે    કરગરે    તાપી   નદી.

દિલીપ વી ઘાસવાળા

-: TWO :-

આશિષ દેશે તાપી માતા..

આંગણે આવી ઉભી છે તાપી માતા,

ખળખળ વહેતી આવી છે તાપીમાતા.

રમ્ય સ્વરૂપે બિરાજે છે તાપીમાતા,

ચરણ સ્પર્શ કરો આશિષ દેશે તાપીમાતા,

જળ દૂત બની નિર્મળ રાખો તાપી માતા,

બારેમાસ વહેશે બંને કાંઠે તાપીમાતા.

દીર્ઘ પંથ કાપી આવી છે તાપીમાતા,

જળ સંકટ દૂર કરવા આવી છે તાપી માતા.

હવે જો કરશો દૂષિત તાપી માતા,

રૌદ્ર સ્વરૂપે સંહારશે તાપી માતા.

તસવીર ખેંચી આજ સંગ તાપીમાતા,

તારશે સાત પેઢી તમારી તાપી માતા,

દિલીપ વી ઘાસવાળા